પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી ચિદભવાનંદજી દ્વારા રચિત ભગવદ ગીતાના કિંડલ સંસ્કરણનું વિમોચન કર્યું
Live TV
-
યુવાનોએ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ, ભગવદ ગીતા સંપૂર્ણ વ્યવહારિક જ્ઞાન પર આધારિત છે: PM નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી ચિદભવાનંદજી દ્વારા રચિત ભગવદ ગીતાના કિંડલ સંસ્કરણનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કાર્યક્રમને વરચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગીતા વિષાદ પર વિજયનું પ્રતિક છે. ગીતા મન અન મસ્તિષ્ક બંનને ખોલે છે. પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે ચિદભવાનંદજી સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત હતા.
સ્વામીજીએ 186 પુસ્તકોની રચના કરી છે
આ કાર્યક્રમનું આયોજન સ્વામી ચિદભવાનંદજી દ્વારા રચિત ભગવદ ગીતાની પાંચ લાખથી વધુ પ્રતનું વેચાણ થયા પ્રસંગે કરવામાં આવ્યું હતું. સ્વામી ચિદભવાનંદજી તામિલનાડુના શ્રીરામકૃષ્ણ તપોવન આશ્રમના સંસ્થાપક છે. સ્વામીજીએ 186 પુસ્તકોની રચના કરેલી છે.