Skip to main content
Settings Settings for Dark

ગરીબ કલ્યાણ રોજગાર યોજના અંતર્ગત લાખો પ્રવાસી મજૂરોને રોજગાર

Live TV

X
  • 16 જુલાઈ સુધીમાં 1.61 લાખ માનવદિવસ જેટલુ રોજગારીનું સર્જન થયુ

    ગરીબોને રોજગારી અને કોરોના મહામારીમાં મજૂરો અને વતન પરત ફરેલા કામદારોને આજીવિકા મળી રહે તે માટે ભારત સરકારે શરુ કરેલી ગરીબ કલ્યાણ રોજગાર યોજના અંતર્ગત લાખો કામદારોને વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટો થકી રોજગાર મળી રહ્યો છે.જેમાં રેલવે વિભાગે પણ પોતાના વિવિધ પ્રોજેક્ટ થકી આ યોજનામાં અસંખ્ય લોકોને રોજગારી આપી છે..ભારતીય રેલવેએ ગરીબ કલ્યાણ રોજગાર યોજના અંતર્ગત પ્રવાસી કામદારો માટે 16 જુલાઈ સુધીમાં 1.61 લાખ માનવદિવસ જેટલા રોજગારીનું સર્જન કર્યુ છે..અત્યાર સુધીમાં 608 કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે.રાજ્યના રેલવે પ્રોજેક્ટોના કારણે પ્રવાસી કામદારોને રોજગાર મળી રહ્યો છે.કોરોના મહામારીમાં પોતાનું કામકાજ છોડીને પરત ફરેલા કામદારોને મળી આવકનું સાધન મળ્યુ છે.રેલવે મંત્રાલયના સત્તાવાર ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે..

    શું છે ગરીબ કલ્યાણ રોજગાર યોજના?

    ગરીબોને રોજગાર મળી રહે અને આવકનું સાધન પ્રાપ્ત થાય તે માટે 20 જુનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.આ યોજના અંતર્ગત શરુઆતના 125 દિવસો સુધી વ્યાપક સ્તરે અભિયાન ચલાવીને રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો..પ્રવાસી મજૂરોની સહાયતા માટે 6 રાજ્યોના 116 જિલ્લામાં 125 દિવસ સુધી અભિયાન મિશન મોડ પર શરુ કરવામાં આવ્યુ..જે છ રાજ્યોમાં આ અભિયાન શરુ કરાયુ છે તેમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ , રાજસ્થાન, ઝારખંડ અને ઓરિસ્સાનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply