Covid-19 : મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 9,518 કેસ
Live TV
-
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખને પાર
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે..રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 9,518 કેસ નોધાયા છે..રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખ 10 હજારને પાર પહોચી ગઈ છે..જ્યારે 258થી વધુ દર્દીઓના મોત થાય છે..જે પૈકી 149 લોકો માત્ર મુંબઈમાં મોતને ભેટ્યા છે..મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મૃતકોનો આંકડો 11,854 થયો છે..આવુ પ્રથમવાર જોવા મળ્યુ છે કે એક જ દિવસમાં નવા નોંધાયેલા કેસો 9000ના આંકડાને પાર કરી ગયા હોય..મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતુ કે આગામી પર્વ ઈદ અને ગણેશ ચતુર્થીમાં ધાર્મિક ,સામાજિક કે સાંસ્કૃતિક મેળાવડા પર પ્રતિબંધ રહેશે..વર્ચ્યુઅલ મીટિંગમાં મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથે સંવાદ કરીને કોરોના સામે ધારાવી મોડલને અપનાવવા હાકલ કરી હતી.
