દેશમાં અત્યાર સુધીમાં 6 લાખ 77 હજાર 423 લોકો સંક્રમણ મુક્ત થયા
Live TV
-
દેશમાં હાલ 3 લાખ 73 હજાર 379 સક્રિય કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં કોરોના વાયરસના સક્રિય સંક્રમિત કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3 લાખ 4 હજારથી વધુ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 6 લાખ 77 હજાર 423 લોકો સંક્રમણ મુક્ત થઈ ચુક્યાં છે.. સ્વસ્થ થનારા દર્દીઓનો રિકવરી દર 62.86 ટકા પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ 23 હજાર 672 દર્દીઓ સંક્રમણ મુક્ત થઈને સાજા થયાં છે., જ્યારે દેશમાં હાલ 3 લાખ 73 હજાર 379 સક્રિય સંક્રમિત કેસ છે.. આમ દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખ 77 હજાર 618 પર પહોંચી છે.. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8 હજાર 348 કેસ નોંધાયા છે, જ્યારે 144 લોકોના મૃત્યું થયાં છે. ત્યાર બાદ તામિલનાડુમાં 4 હજાર 807 કેસ, કર્ણાટકમાં 4 હજાર 537 કેસ., આંધ્રપ્રદેશમાં 3 હજાર 963 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દિલ્હીમાં 1 હજાર 475 નવા કેસ ઉમેરાયા છે. તો તેલંગાણામાં 1 હજાર 284 કેસ નોંધાયા છે. આ તરફ સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કેટલાંક રાજ્યોએ , ફરી લોકડાઉન અમલી બનાવ્યું છે. આ તરફ તિરૂવંનતપુરમાં 18 જૂલાઈથી 28 જૂલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયું છે. તો આસામમાં રાજ્ય સરકારે સોમવારથી તમામ છુટ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં વધતા સંક્રમણના કેસને લઈને , દર શનિવાર અને રવિવારે પૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં, કોરોના મહામારી અટકાવવા 3 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. જ્યારે જમ્મુમાં 24 જૂલાઈથી સુપ્તાહના અંતમાં બે દિવસ લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો છે..
