Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉન સંદર્ભમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વાત

Live TV

X
  • વર્તમાન કોવિડ-19ની સ્થિતિ અને લોકડાઉનના અમલ અંગે અમદાવાદ સહિત દેશના 13 જેટલા શહેરોના ઉચ્ચ અધિકારીઓ અને સંબધિત રાજ્યોના મુખ્યસચિવો સાથે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કરી ચર્ચા.લોકડાઉનના અમલની કરી સમીક્ષા.કન્ટેઇન્મેટ ઝોનના ભૌગોલિક વિસ્તાર નક્કી કરવા પર મૂકાયો ભાર

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ને કારણે સર્જાયેલી સ્થિતી વિષે વાતચીત કરી હતી. લોકડાઉન-4 ની મુદત 31 મેના રોજ પુરી થવામાં છે, તેવામાં આગળના વ્યૂહ વિષે મુખ્યમંત્રીના મંતવ્યો ગૃહમંત્રીએ જાણ્યા હતા. વાતચીત દરમિયાન મુખ્યમંત્રીઓએ લોકડાઉનની મુદત પુરી થયા પછી તેઓ કઇ રીતે આગળ વધવા માંગે છે, તે મુદ્દે પોતાના મંતવ્યો આપ્યા હતા.

    લોકડાઉનના ચોથા તબક્કાના અંતના ત્રણ દિવસ પહેલા જ ગૃહમંત્રીએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ને કારણે સર્જાયેલી સ્થિતી વિષે ટેલિફોનિક વાતચીત કરી હતી .

    પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી દ્રારા 25 માર્ચે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની સૌ પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી અને તે ત્રણ વખત લંબાવવામાં આવ્યું છે.

    ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગૃહમંત્રીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને તા .31 મેથી લોકડાઉન લંબાવવા અંગે તેમના મંતવ્યો માંગ્યા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply