વંદેભારત મિશનનો બીજો તબક્કો શરૂ
Live TV
-
બીજા તબક્કામાં એક લાખ ભારતીયોને દેશમાં લાવવાનો છે લક્ષ્ય. અત્યાર સુધીમાં ૪૫ હજારથી વધારે લોકો સ્વદેશ પહોંચ્યા.તો શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ૫૦ લાખથી વઘારે લોકો પોતાના વતન પહોંચ્યા
કોરોના સંક્રમણ કાળમાં વિદેશમાં ફસાઇ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા વંદે ભારત અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ આજે શ્રીલંકાથી 150 ભારતીયોને દેશ પાછા લાવવામાં આવશે. કોલંબોથી ફ્લાઇટની મદદથી આ ભારતીયોને મુંબઇ, ભુવનેશ્વર અને કોલકતા પહોંચાડવામાં આવશે. શ્રીલંકામાં 1700 ભારતીયો દેશ પાછા ફરવા નોંધણી કરાવી ચુક્યા છે. આવનારા દિવસોમાં કોલંબોથી ભારત માટે વધુ ફ્લાઇટનું આયોજન થશે. સમુદ્રસેતુ મિશન હેઠળ સોમવારે 700 ભારતીયોને લઇને આઇ.એન.એસ. જલાશ્વ કોલંબોથી તુતિકોરિન પહોંચશે.
વંદે ભારત મિશન હેઠળ અખાતી દેશોમાંથી 13 ફ્લાઇટની મદદથી બે હજાર ભારતીયોને સ્વદેશ લાવવામાં આવશે. સંયુક્ત આરબ અમિરાતથી સૌથી વધુ ફ્લાઇટ રવાના થશે. દુબાઇથી જયપુર, કોચ્ચી, કન્નૂર, હૈદરાબાદ, કોઝિકોડ અને થિરૂવનન્થપુરમ માટે છ ફ્લાઇટનું સંચાલન થશે. તો અબુધાબીથી કોઝિકોડ અને થિરૂવનન્થપુરમ માટે બે ફલાઇટ ઉડાન ભરશે. સાઉદી અરબથી પણ બે ફ્લાઇટ ભારત માટે ઉડાન ભરશે. રિયાધ થી શ્રીનગર અને જેદ્દા થી કોઝિકોડ માટે ફલાઇટ રવાના થવાની છે. કુવૈતથી અમદાવાદ અને કોઝિકોડ માટે બે ફ્લાઇટનું સંચાલન થશે તો મસ્કતથી કોચ્ચી અને દોહા માટે એક -એક વિમાન ઉડાન ભરશે.
