Skip to main content
Settings Settings for Dark

તીડના ટોળાના આતંકથી બચવા રાજસ્થાન, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં કેન્દ્ર સરકારે કરી તમામ તૈયારીઓ

Live TV

X
  • પશ્ચિમ અને વાયવ્ય ભારતના મોટા વિસ્તારમાં તીડ ત્રાટકતાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે તીડ આક્રમણ વિરૃદ્ધ કમર કસી છે. વિભાગે પંજાબ, રાજસ્થાન ,ગુજરાત અને મધ્યપ્રદેશમાં તીડ વિરૃદ્ધ અભિયાન વેગીલું બનાવવામાં આવ્યું છે. રાજસ્થાનના બાડમેર, જોધપુર ,નાગોર,બિકાનેર, ગંગાનગર, સિકર ઉપરાંત મધ્યપ્રદેશના સતના, ગ્વાલિયર , રાજગઢ ,દેવાસ બેતુલ અને માળવા જિલ્લામાં તીડના બચ્ચાના ઝુંડ જોવા મળી રહયા છે. પુર્વ રાજસ્થાનના વિસ્તારમાં પહેલીવાર તીડ ત્રાટક્યા છે. વહીવટીતંત્રે પ્રભાવિત પ્રદેશમાં 200 જેટલા તીડ નિયંત્રણ કાર્યાલયો શરૂ કર્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં દવા છંટકાવ થઇ રહ્યો છે. હેલીકોપ્ટરની મદદથી પણ દવાનો છંટકાવ કરીને તીડનો નાશ કરવા પ્રયાસ થઇ રહ્યા છે. કૃષિ મંત્રાલયે બ્રિટન પાસેથી દવા છંટકાવ યંત્ર પણ મેળવી લીધું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply