મિશન વંદે ભારત અંતર્ગત ખાડી દેશોમાંથી 2000 ભારતીયો ૧૩ જેટલી ફલાઇટ્સથી સ્વદેશ પરત ફરશે
Live TV
-
રેલવે મંત્રી પિયુષ ગોયેલે કહ્યુ ૩,૭૨૬ જેટલી શ્રમિક વિશેષ ટ્રેનથી અત્યાર સુધીમાં ૫૦ લાખથી વધારે શ્રમિકોને તેમના વતન પહોંચાડાયા
કોરોના સંક્રમણ કાળમાં વિદેશમાં ફસાઇ ગયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા વંદે ભારત અભિયાનના બીજા ચરણની કામગીરી હાલમાં ચાલી રહી છે. બીજા ચરણમાં એક લાખ ભારતીયોને સ્વદેશ પરત લાવવાનું લક્ષ્ય છે. તે અંતર્ગત 45 હજાર લોકોને પરત લાવવામાં આવ્યા છે.આ અભિયાન હેઠળ આજે શ્રીલંકાથી 150 ભારતીયોને દેશ પાછા લાવવામાં આવશે. કોલંબોથી ફ્લાઇટની મદદથી આ ભારતીયોને મુંબઇ, ભુવનેશ્વર અને કોલકતા પહોંચાડવામાં આવશે. શ્રીલંકામાં 1700 ભારતીયો દેશ પાછા ફરવા નોંધણી કરાવી ચુક્યા છે. આવનારા દિવસોમાં કોલંબોથી ભારત માટે વધુ ફ્લાઇટનું આયોજન થશે. સમુદ્રસેતુ મિશન હેઠળ સોમવારે 700 ભારતીયોને લઇને આઇ.એન.એસ. જલાશ્વ કોલંબોથી તુતિકોરિન પહોંચશે. વંદે ભારત મિશન હેઠળ અખાતી દેશોમાંથી 13 ફ્લાઇટની મદદથી બે હજાર ભારતીયોને સ્વદેશ લાવવામાં આવશે. સંયુક્ત આરબ અમિરાતથી સૌથી વધુ ફ્લાઇટ રવાના થશે. દુબઇથી જયપુર, કોચ્ચી, કન્નૂર, હૈદરાબાદ, કોઝિકોડ અને થિરૂવનન્થપુરમ માટે છ ફ્લાઇટનું સંચાલન થશે. તો અબુધાબીથી કોઝિકોડ અને થિરૂવનન્થપુરમ માટે બે ફલાઇટ ઉડાન ભરશે. સાઉદી અરબથી પણ બે ફ્લાઇટ ભારત માટે ઉડાન ભરશે. રિયાધથી શ્રીનગર અને જેદ્દાથી કોઝિકોડ માટે ફલાઇટ રવાના થવાની છે. કુવૈતથી અમદાવાદ અને કોઝિકોડ માટે બે ફ્લાઇટનું સંચાલન થશે તો મસ્કતથી કોચ્ચી અને દોહા માટે એક -એક વિમાન ઉડાન ભરશે.
