માતા અને નવજાત સંબંધિત સેવાઓ માટે કોવિડ -19 તપાસ ફરજિયાત નથી: આરોગ્ય મંત્રાલય
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે પ્રતિબંધિત વિસ્તારો અને બફર ઝોનમાં પ્રજનન, માતા, નવજાત શિશુ,બાળક અને કિશોરોના આરોગ્ય સંબંધિત આવશ્યક સેવાઓ મર્યાદિત રીતે ચાલુ રાખવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ સેવાઓ પૂરી પાડવા માટે કોવિડ -19 ની તપાસ કરાવવાની જરૂર નથી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે પ્રજનન, માતા, નવજાત શિશુ, બાળક અને કિશોરોના આરોગ્ય સંબંધિત આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે કોવિડ -19 ની તપાસ કરાવવાની જરૂર નથી. મંત્રાલયે એમ પણ કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી માતા-બાળકની સંભાળ સાથે લેવી જોઈએ અને કોવિડ -19 ની સ્થિતિ જે પણ હોય નવજાતને ડિલિવરીના એક કલાકની અંદર સ્તનપાન કરાવવું જોઈએ. તેમાં કહેવામાં આવ્યું છે કે ફેસ માસ્ક પહેરવું પડશે અને સ્તનપાન પહેલાં હાથને સારી રીતે સાફ કરવા અને ધોવા પડશે.
મંત્રાલયે બુધવારે 'કોવિડ -19 મહામારી' દરમિયાન અને તેના પછી પ્રજનન, માતા, નવજાત શિશુ, બાળક અને કિશોરોના આરોગ્ય અને પોષણ સેવાઓ (આરએમએનસીએએએચ+એન) માટેની જોગવાઈઓ પર 'માર્ગદર્શન નોટ' પ્રસ્તુત કરી છે.
તેમણે કહ્યું, "કોઈ પણ સંજોગોમાં તેઓને જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે ના કહેવામાં નહીં આવે." આરએમએનસીએએચ+એન સેવાઓ માટે કોવિડ -19 તપાસ ફરજિયાત નથી. " આઇસીએમઆર ના તપાસ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન થવું જોઈએ. ”
