ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સહારામાં છેતપિંડીનો ભોગ બનેલા રોકાણકારોને રિફંડ પોર્ટલ દ્વારા પ્રથમ હપ્તો આપવાની શરૂઆત કરાઈ
Live TV
-
દિલ્હીમાં કેન્દ્રીય સહકારિતા અમિત શાહ દ્વારા સહારા રિફંડ પોર્ટલના માધ્યમથી રોકાણકારોને ફંડ ટ્રાન્સફર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. 11 વર્ષ બાદ છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોને 10 હજારનો પ્રથમ હપ્તો આપીને રિફંડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે અમિતશાહે સંબોધન કરતા જણાવ્યું કે દેશમાં સહકારિતા આંદોલન મજબૂત કરવાનું છે. દેશમાં દરેક નાગરિકના અધિકારોની રક્ષા કરવી એ મોદી સરકારની જવાબદારી છે.
મહત્વનું છે કે અમિતશાહે 18 જુલાઇએ સહારા રિફંડ પોર્ટલ રજૂ કર્યુ હતું. જેમાં 18 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. રિફંડ ક્લેમ કર્યાના 45 દિવસમાં રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 1978માં સહારા ઇન્ડિયા નામની કંપની શરૂ કરવામાં આવી હતી. રોકાણ કરવા બદલ માર્કેટ કરતા વધુ વ્યાજ દર આપવાની જાહેરાત કરી હતી. સહારાની ચિટ ફંડ કંપનીમાં ગામના નાનામાં નાના લોકોની સાથે અમીર વર્ગે પણ રોકાણ કર્યું હતું. કંપનીમાં 86 હજાર કરોડનું રોકાણ થઇ ચૂક્યું હતું પરંતુ વાયદા મુજબ પૈસા પરત કરી ન શકતા વર્ષ 2009માં સેબીને સહારા ચિટ ફંડ કંપનીના ગોટાળાની જાણ થઇ હતી.
