દિલ્હીમાં ઘરનું સ્વપ્ન સાકાર થવા બદલ લાભાર્થી મહિલાઓએ પ્રધાનમંત્રીને પત્ર લખી માન્યો આભાર
Live TV
-
દિલ્હીમાં "જહાં જુગ્ગી વહાં મકાન" યોજના હેઠળ ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા મહિલાઓએ પ્રધાનમંત્રીને પત્ર લખીને આભાર માન્યો હતો. દિલ્હીના કાલકાજી આવાસની લાભાર્થી મહિલાઓએ પ્રધાનમંત્રી પત્ર લખીને સ્વપ્ન સાકાર થવા બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્ટવિટ કર્યું કે, દિલ્હીના કાલકાજી આવાસની લાભાર્થી મહિલાઓએ પ્રધાનમંત્રીને "જહાં જુગ્ગી વહાં મકાન" યોજના હેઠળ પાકા મકાનો ફાળવવામાં આવેલા લાભાર્થીઓ દ્વારા લખેલા પત્રોથી તેઓ અભિભૂત થયા છે. મહિલાઓએ આ પત્રો વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને આપ્યા હતા. જેમણે તેમની મુલાકાત લીધી હતી. લાભાર્થીઓએ તેમની ખુશી વ્યક્ત કરી અને આ યોજના દ્વારા તેમનું સ્વપ્ન સાકાર કરવામાં અને તેમનું જીવન સરળ બનાવવામાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.પ્રધાનમંત્રીએ ગરીબોના કલ્યાણ માટે કામ કરવાનું ચાલુ રાખવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતુ કે,
"જહાં જુગ્ગી વહાં મકાન" યોજના હેઠળ પાકાં મકાનો મેળવનાર દિલ્હીના કાલકાજીની માતાઓ અને બહેનોના પત્રો મેળવીને અભિભૂત થયો છું. જ્યારે EAM @DrSJaishankar જી ત્યાં ગયા, ત્યારે મહિલાઓએ આ પત્રો આપ્યા, જેમાં તેઓએ પોતાની ખુશી વ્યક્ત કરી. તેઓ જણાવે છે કે, આ યોજના દ્વારા તેમનાં વર્ષો જૂનું સ્વપ્ન કેવી રીતે સાકાર થયું છે અને સમગ્ર પરિવારનું જીવન સરળ બન્યું છે. પત્રો માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહી છે. પ્રતિબદ્ધતા સાથે કામ કરતી રહેશે. "
