Skip to main content
Settings Settings for Dark

જ્ઞાનવાપીમાં ASI સર્વેક્ષણ શરૂ, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી

Live TV

X
  • જ્ઞાનવાપી કેસમાં ASI દ્વારા સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ મસ્જિદ પક્ષ દ્વારા નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેના પર આજે સુનવણી કરવામાં આવશે.

    જ્ઞાનવાપી કેસમાં ASI દ્વારા સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યુ છે. આ વચ્ચે જ્ઞાનવાપીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સરવે પર રોક ન લગાવવા અલ્હાબાદ કોર્ટના નિર્ણય વિરુદ્ધ મસ્જિદ પક્ષે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટ મસ્જિદ પક્ષની અપીલ પર સુનાવણી કરશે. હિંદુ પક્ષકારોએ પણ આ મામલે કેવિયટ અરજી દાખલ કરતા જણાવ્યું કે, તેઓને સાંભળ્યા વિના કોઇ આદેશ સંભળાવવામાં ન આવે. મહત્વનું છે કે, ગુરુવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં જિલ્લા અદાલતના આદેશ પર રોક લગાવવા પર ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો અને ASIના સરવેની શરૂ રાખવા માટે અનુમતિ આપી હતી. 

    અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે  ASI સર્વેક્ષણ પર વચગાળાના રોકનો આદેશ આપ્યો હતો. અને નિર્ણય 3 ઓગસ્ટ સુધી સુરક્ષીત રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ 3 ઓગસ્ટ બુધવારના રોજ હાઈકોર્ટે જિલ્લા અદાલતના આદેશ પર રોક લગાવવાનો ઈનકાર કરીને ASI સરવે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ મસ્જિદ પક્ષે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. જેને લઈ સુપ્રીમ કોર્ટ આજે મસ્જિદ પક્ષની અપીલ પર સુનાવણી કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply