Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં દિલ્લી સરકાર સંસોધન વિધેયક-2023 પાસ, દિલ્લીમાં કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનો સંપૂર્ણ અધિકારઃઅમિત શાહ

Live TV

X
  • સંશોધન વિધેયક પાસ થતા દિલ્લીમાં કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યો, કાર્યકાળ અને સેવાની અન્ય શરતોનો અધિકાર મળશે.

    લોકસભામાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્લી સરકાર સંશોધન વિધેયક, 2023 પસાર થયું છે.  ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સંસદને દિલ્લી સંબંધિત કાયદો બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે.આ બિલ ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી એક્ટ, 1991માં સુધારો કરવા માંગે છે. આ બિલ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના કાર્યો, કાર્યકાળ અને સેવાની અન્ય શરતો માટે નિયમો બનાવવાની સત્તા આપે છે. આ બિલમાં નેશનલ કેપિટલ પબ્લિક સર્વિસ ઓથોરિટીના બંધારણની પણ જોગવાઈ છે. ઓથોરિટીમાં દિલ્હીના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્ય સચિવ અને દિલ્હીના મુખ્ય ગૃહ સચિવનો સમાવેશ થશે. આ ઓથોરિટી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને અધિકારીઓની બદલી, પોસ્ટિંગ અને અનુશાસનાત્મક કાર્યવાહી અંગે ભલામણો કરશે. કેન્દ્ર સરકાર આ વર્ષે મે મહિનામાં આ અંગે વટહુકમ લાવી હતી.

    ગૃહમંત્રી અમિત શાહે દિલ્લીની આપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દિલ્લી આપ સરકારનો હેતુ સેવા કરવાનો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિપક્ષે ગઠબંધન વિશે નહીં પરંતુ દિલ્લી વિશે, પ્રજાના હિતો વિશે વિચાર કરવો જોઈએ. તો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સંશોધન વિધેયક પર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકૂએ કાગળ ફાડ્યો હતો. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીના પ્રસ્તાવ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુશીલ કુમાર રિંકૂને ચોમાસુ સત્રમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જે બાદ લાકસભામાં વિવિધ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. તો રાજ્યસભામાં પણ અનેક વિધેયક પર ચર્ચા થઈ હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply