ગેંગસ્ટર વિકાસ દુબે ઉત્તરપ્રદેશ પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર
Live TV
-
ઉત્તરપ્રદેશ પોલીસના 8 કર્મચારીઓની હત્યાનો આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યો ગયો...UP STF વિકાસ દુબેને ઉજ્જૈનથી ટ્રાન્ઝિટ રિમાંડ પર કાનપુર લઇ જઇ રહી હતી, ત્યારે કાનપુર ટોલ નાકાથી 25 કિલોમીટર દૂર જે ગાડીમાં વિકાસ દુબે હતો, તે કાર પલટી ગઇ હતી...પોલીસના કહેવા પ્રમાણે આ દરમિયાન વિકાસ દુબેએ હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરી હતી..પોલીસ દ્વારા આત્મસમર્પણ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ દરમિયાન વિકાસ દુબેએ પોલીસ કર્મચારીઓ પર ગોળીઓ ચલાવી અને ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં વિકાસ દુબે ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો..ત્યારબાદ પોલીસે વિકાસ દુબેના મૃત્યુની પુષ્ટિ કરી હતી..
