Skip to main content
Settings Settings for Dark

ગેંગસ્ટર વિકાસ દુબે ઉત્તરપ્રદેશ પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર

Live TV

X
  • ઉત્તરપ્રદેશના કાનપુરમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યાના આરોપી વિકાસ દૂબે પોલીસ સાથેની અથડામણમાં ઠાર થયો છે.. પોલીસે ગઇકાલે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી તની ધરપકડ કરી હતી.. ત્યારે આજે વિકાસ દૂબેને લઈને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કાનપુર આવી રહેલી ઉત્તરપ્રદેશ STFનાં કાફલાની ગાડી વહેલી સવારે 3 કલાકે 13 મીનીટે ઝાંસીના ટોલ પ્લાઝા પાસેથી પસાર થઈ હતી... જો કે, થોડા જ અંતરે વિકાસ દુબે જે ગાડીમાં સવાર હતો તે ગાડી પલટી મારી ગઈ હતી.. જે તકનો લાભ લઈને વિકાસ દુબે પોલીસ કર્મચારીઓનું હથિયાર ઝુટવીને નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો... આ દરમિયાન પોલીસે તેને પકડવા માટે ચાર કિલોમીટર સુધી પીછો કર્યો હતો.. આ દરમિયાન તેણે પોલીસ સામે ફાયરિંગ કર્યું હતું તો વળતા જવાબમાં પોલીસે પણ સામે ફાયરિંગ કર્યું હતું . જેમાં વિકાસ દૂબેને કમરમાં ગોળી વાગી હતી.. જ્યારે આ ઘટનાક્રમમાં ચાર પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયાં હતાં.. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં.. સારવાર દરમિયાન ફરજ પરનાં તબીબોએ વિકાસ દૂબેને મૃત જાહેર કર્યો હતો.. કુખ્યાત આરોપી વિકાસ દુબે 60થી વધુ ગુનાના કેસમાં આરોપી હતી... મહત્વપૂર્ણ છે કે, વિકાસ દૂબેની ગઈકાલે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ધરપકડ કરવામાં આવી હતી. તો ગઈકાલે સાંજે જ વિકાસ દુબેની પત્ની રિચા દુબે અને તેના પુત્રની પણ પોલીસે ધરપકડ કરી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply