ચૂંટણીઓ હિંસા માટેનું લાયસન્સ હોઈ શકે નહીં : સર્વોચ્ચ અદાલત
Live TV
-
સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું છે કે, ચૂંટણીઓ હિંસા માટેનું લાયસન્સ હોઈ શકે નહીં, સર્વોચ્ચ અદાલતે 8મી જુલાઈએ યોજાનારી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે બંગાળમાં કેન્દ્રીય દળોની તૈનાતીને પડકારતી મમતા બેનર્જી સરકારની અરજીને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે રાજ્યમાં ચૂંટણીઓ માટે લોકતાંત્રિક વ્યવસ્થાની પ્રશંસા કરે છે, પરંતુ ચૂંટણી પછી હિંસા ન થવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, કોલકત્તા વડી અદાલતના આદેશનો ઉદ્દેશ્ય મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાનો છે.
જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે, વડી અદાલતના આદેશમાં કોઈ દખલગીરી નો અવકાશ નથી.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે પંચાયત ચૂંટણી દરમિયાન સુરક્ષા માટે કેન્દ્રીય દળોની તૈનાતીનો નિર્દેશ આપતા કોલકત્તા વડી અદાલતના આદેશને સર્વોચ્ચ અદાલત માં પડકાર્યો હતો.
