આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પ્રધાનમંત્રી મોદીનો દેશને સંદેશ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરીકાની સત્તાવાર મુલાકાતે પહોચી ગયા છે. પ્રધાનમંત્રી આજે યુ.એન મુખ્યાલયમાં યોગદિવસ સમારોહનું નેતૃત્વ કરશે. યોગદિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતના આહવાનથી દુનિયાના 180 કરતા વધુ દેશો યોગ માટે એકસાથે જોડાય તે ઐતિહાસીક અને અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં યુ.એન. એસેમ્બલીમાં યોગદિવસનો પ્રસ્તાવ આવ્યો હતો. ત્યારે રેકોર્ડ દેશોએ તેને સમર્થન આપ્યું હતું. ત્યારથી આજના દિવસ સુધી આંતરરાષ્ટ્રીય યોગદિવસ દ્વારા યોગ વૈશ્વીક આંદોલન અને ગ્લોબલ સ્પીરીટ બની ગયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. પૃથ્વીના બે ધ્રુવ મળી રહ્યા છે. આપના ઋષિઓએ કહ્યું છે કે, જે જોડે છે તે યોગ છે. યોગ પૂરા સંસારને એક પરિવારમાં સમાવેશ કરે છે. એટલે કે વસુધૈવ કુટુંબકમની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો યોગ સાથે વર્ષોથી જોડાયા છે. તેમણે યોગની ઊર્જા અનુભવી છે. ભારતે હંમેશા જોડવાનું કામ કર્યું છે. નવા વિચારોનું સ્વાગત કર્યું છે. વિવિધતાને સ્વીકારીએ છે. યોગ ચેતનાથી જોડે છે પ્રાણીમાત્ર સાથે પ્રેમનો આધાર આપે છે. યોગ માટે કહેવાય છે. કર્મમાં કુશળતા જ યોગ છે. યોગથી આપણું શારીરિક સ્વાથ્યતા નવા ભારતની ઓળખ થશે.
