2025 સુધીમાં તમામ ટ્રકોના કેબિનમાં AC ની સુવિધા શરૂ કરાશે: નિતીન ગડકરી
Live TV
-
ભારતના ટ્રક ડ્રાઈવરો માટે ખુશીના સમાચાર છે. કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નિતીન ગડકરીએ જાહેરાત કરી છે કે, 2025 સુધીમાં તમામ ટ્રકોના કેબિનમાં AC ની સુવિધા શરૂ થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમને સંબેધતા કહ્યું હતું કે, ભારતમાં ટ્રક ડ્રાઈવર 12 થી 14 કલાક ટ્રક ચલાવે છે, ઉનાળા દરમિયાન 45 ડિગ્રી તાપમાનમાં પણ ટ્રક ચલાવવો પડે છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈને કેન્દ્રીય મંત્રીએ ટ્રક ડ્રાઈવરોની સવલતોમાં વધારો કરતા ટ્રકોના કેબિનમાં ફરજીયાત AC ના નિયમ ઉપર હસ્તાક્ષર કર્યા છે. તો સામે દરેક ટ્રક બનાવનાર કંપની પાસે પોતાના પ્રોડક્શનમાં બદલાવ લાવવા માટે 18 મહિનાનો સમય પણ આપવામાં આવ્યો છે.
