છઠ્ઠા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારમાં વેગ
Live TV
-
છઠ્ઠા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારમાં વેગ
લોકસભાની આગામી ચૂંટણીના તબક્કા માટે ચૂંટણી પ્રચાર જોર-શોરથી ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોમાંથી એક અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચૂંટણી સભાઓ કરશે. તેઓ આજે ઉત્તરપ્રદેશમાં બે અને બિહારમાં એક જનસભા કરશે. સૌ પ્રથમ તેઓ અલાહાબાદ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર નીરજ ત્રિપાઠીના સમર્થનમાં જનસભા કરશે. ત્યારબાદ જૌનપુરના મછલી શહેર લોકસભા બેઠક માટે ભાજપના ઉમદેવારના સમર્થનમાં ચૂંટણી સભા કરશે. યુપી પછી તેઓ બિહાર જશે. જ્યાં તેઓ પશ્ચિમ ચંપારણ બેઠક માટે ભાજપના ઉમેદવાર ડો.સંજય જયસ્વાલના સમર્થનમાં મતદાનની અપીલ કરશે. તો બીજી તરફ ભાજપના અન્ય સ્ટાર પ્રચારક જે.પી.નડ્ડા આજે હરિયાણામાં પ્રચાર કરશે. સૌ પ્રથમ તેઓ કૈથલમાં જનસભા કરશે અને ત્યારબાદ કરનાલના પ્રબુદ્ધ જન બેઠક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ મહિલા મોરચા સંમેલનમાં ભાગ લેશે. સાથે જ યોગી આદિત્યનાથ આઝમગઢ, લાલગંજ, જૌનપુર, પ્રતાપગઢ અને ફૂલપુર અને અલાહાબાદમાં જનસભા કરશે. આ દરેક બેઠકો માટે છઠ્ઠા તબક્કામાં 25 મે ના રોજ મતદાન થશે. સાથે જ બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર ગોપાલગંજ, સિવાન, વૈશાલી અને પટનામાં જનસભા કરશે. ગોપાલગંજ, સિવાન, વૈશાલીમાં છઠ્ઠા તબક્કામાં મતદાન થશે. તો પટનામાં સાતમાં તબક્કા માટે મતદાન થશે.
