Skip to main content
Settings Settings for Dark

છેલ્લા એક સપ્તાહમાં દૈનિક સરેરાશ કોરોનાના કેસની સંખ્યા 2. 4 લાખ રહીઃ આરોગ્ય મંત્રાલય

Live TV

X
  • દેશમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કોરોનાની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. 

    આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં દૈનિક સરેરાશ કોરોનાના કેસની સંખ્યા 2. 4 લાખ રહી છે. દેશમાં અત્યારે કોરોનાના સક્રિય કેસ 15.33 લાખ છે. કેરળમાં કોરોનાના સક્રિય કેસ વધી રહ્યા છે. દેશમાં દૈનિક કોરોનાના કેસમાંથી 24 ટકાથી વધુ તો માત્ર કેરળમાં નોધાઈ રહ્યા છે. 

    આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના રસીકરણ વધવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. એટલે સમયસર રસીકરણ ખૂબ જરૂરી છે. દેશના 6 રાજ્યો અને કે.શા. પ્રદેશ હિમાચલ પ્રદેશ, ગોવા, લક્ષદ્વિપ, અંદમાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે દેશમાં 96 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply