ડીડી સ્પોર્ટ્સ ચેનલ બીજીંગ શિયાળુ ઓલિમ્પીકના ઉદધાટન અને સમાપન સમારોહનું સીધું પ્રસારણ નહી કરે
Live TV
-
ભારતે ચીન દ્વારા બીજીંગ શિયાળુ ઓલિમ્પીક રાજનિતીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. ગલવાન ખાડીની અથડામણમાં પોતાના સૈનિકને ઓલિમ્પીકની મશાલ આપવાના મુદે ચીન પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત બીજીંગ શિયાળુ ઓલિમ્પીક રમતોત્સવનું ઉદધાટન અને સમાપન સમારોહ માં સામેલ થશે નહી.
પ્રસારભારતીના CEO શશી શેખર વેમ્પતીએ જાણકારી આપી છે કે, ડીડી સ્પોર્ટ્સ (DD Sports) ચેનલ બીજીંગ શિયાળુ ઓલિમ્પીકના ઉદધાટન અને સમાપન સમારોહનું સીધું પ્રસારણ નહી કરે. ઓસ્ટ્રેલિયાના એક સમાચારપત્ર ધ ક્લેક્સને દાવો કર્યો છે કે વર્ષ 2020માં ગલવાન ખાડીમાં સરહદ પર ભારત સાથે થયેલ સંઘર્ષમાં ચીનને ભારે નુકશાન ઉઠાવવું પડ્યું હતું. આ નુકસાન ખબરોમાં જેટલું દર્શાવાયું હતું તેના કરતા વધું હતું. બન્ને દેશો વચ્ચેની અથડામણ દરમિયાન ધણા ચીની સૈનિકોને શુન્યથી ઘણા નીચા તાપમાનની સ્થિતિમાં અંધારામાં નદી પાર કરતા ડુબતા જોવા મળ્યાં હતાં.
