છેલ્લા ત્રણ વર્ષોમાં છ લાખથી વધુ રોજગારીની તકોનું નિર્માણ કર્યું :વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ
Live TV
-
દેશમાં નોંધાયેલા 60 હજારથી વધુ સ્ટાર્ટ-અપે છેલ્લા ત્રણ વર્ષોમાં છ લાખથી વધુ રોજગારીની તકોનું નિર્માણ કર્યું છે.વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે, ભારત ડિજીટલ પરિષદને વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય અર્થતંત્રને ડિજીટલ વિશ્વમાં જ્ઞાન આધરિત અર્થતંત્ર બનાવવામાં સ્ટાર્ટઅપ મહત્વની ભૂમિકા ભજવશે. ગ્રામીણ વિસ્તારોના વણકરો ખેડૂતો અને તેમના ઉત્પાદનો ડીજીટલ માધ્યમથી વેચી શકે, તે હેતુથી તેમને મદદરૂપ થવા સ્ટાર્ટ અપને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી અને સ્ટાર્ટ-અપના પ્રતિનિધિઓ સાથે આ મહીને યોજાનારી વાતચીતના પગલે આ ક્ષેત્રમાં રોકાણકારોનો વિશ્વાસ હજી વધશે.
