ઈસરોએ ક્રાઈજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
Live TV
-
ઈસરોએ માનવસહિત અવકાશમાં મોકલવામાં આવનાર ગગનયાન પ્રોજેક્ટ માટેના ક્રાઈજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તમિલનાડુ ખાતેના ઈસરો પ્રોપલ્શન સંકુલ ખાતે 720 સેકન્ડ સુધી ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કરાયું હતું અને નિર્ધારિત માપદંડો પર તેની કામગીરી સંતોષકારક રહી હતી. ઈસરોના ગગનયાન કાર્યક્રમમાં ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરિક્ષણ એક મહત્વનું સીમાચિન્હ રૂપ ગણાવી શકાય. આ એન્જિનના વધુ ચાર ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગગનયાન કાર્યક્રમમાં GSLV માર્ક-3 રોકેટમાં બે ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થવાનો છે.
