અમે 120 કરોડ ભારતના લોકો પોતાના પ્રયાસથી કોરોના સામે અવશ્ય જીતશું : પીએમ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી દેશમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી અને મહામારીનો ફેલાવો રોકવા માટે કરાયેલ ઉપાયોની ચર્ચા કરી. બેઠકમાં પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે 100 વર્ષની સૌથી મોટી મહામારીથી ભારતની લડાઈ હવે ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. પરિશ્રમ અમારો એકમાત્ર રસ્તો છે અને વિજય એકમાત્ર વિકલ્પ છે,અમે 120 કરોડ ભારતના લોકો પોતાના પ્રયાસથી કોરોના સામે અવશ્ય જીતશું. સીનિયર સીટીઝનને ડોઝ જેટલો જલ્દી લાગશે, તેટલો જ આપણા હેલ્થકેર સિસ્ટમના સમાર્થ્યને વધારશે. 100 ટકા રસીકરણ માટે હર ઘર દસ્તક અભિયાનને આપણે વધારે ઝડપી બનાવવાનું છે. સ્વાસ્થ્ય સુવિધાઓની તૈયારી, રસીકરણ અભિયાનની સ્થિતિ, નવા કોવિડ વેરિયન્ટ ઓમિક્રોન અને જનસ્વાસ્થ્ય પર તેના દુષ્પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ જિલ્લા સ્તરે યોગ્ય સ્વાસ્થ્ય માળખુ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. ઓમિક્રોનને લઈને પહેલા જે શંકાની સ્થિતિ હતી, તે હવે ધીરે ધીરે સાફ થઈ રહી છે પહેલા જે વેરિયન્ટ હતા, તેની અપેક્ષામાં ઘણી ઝડપથી ઓમિક્રોન વેરિયન્ટ સામાન્ય લોકોને સંક્રમિત કરી રહ્યો છે. સામાન્ય લોકોની આજીવિકા,આર્થિક ગતિવિધિઓને ઓછામાં ઓછું નુકસાન થાય, અર્થવ્યવસ્થાની ગતિ બનેલી રહે, કોઈ પણ રણનીતિ બનાવતી વખતે તેનું ધ્યાન રાખવું આવશ્યક છે.
વધુમાં પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે, 10 દિવસની અંદર જ ભારતે પોતાના લગભગ 3 કરોડ યુવાનોને વેક્સીન આપી દીધી છે. આ ભારતના સમાર્થ્યને દેખાડે છે, આ પડકારથી લડવાની આપણી તૈયારી દેખાડે છે. ભારતમાં બનેલી વેક્સિને દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે. આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે આજે ભારત લગભગ 92 ટકા જેટલી સંખ્યાને પહેલો ડોઝ મળી ચૂક્યો છે. દેશમાં બીજા ડોઝ પણ આશરે 70 ટકા લોકોને આપી દેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને આપણે જેટલો સીમિત રાખી શકીએ, મુશ્કેલી એટલી ઓછી થશે. પ્રધાનમંત્રીએ જિલ્લા સ્તરે યોગ્ય સ્વાસ્થ્ય માળખુ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો..
