Skip to main content
Settings Settings for Dark

જમ્મુ અને કાશ્મીરના માઈગ્રન્ટ મતદારોને ભારતના ચૂંટણી પંચ દ્વારા વિશિષ્ટ મતદાન મથકની સુવિધા

Live TV

X
  • લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં કોઈપણ મતદાર મતદાનથી વંચિત રહી જાય નહીં તે સુનિશ્ચિત કરવાના હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના સ્થળાંતરિત મતદારોને ટપાલ મતપત્ર અથવા દિલ્હી, ઉધમપુર અને જમ્મુ ખાતે સ્થાપિત વિશિષ્ટ મતદાન મથક ખાતે રૂબરૂ મતદાન કરી શકશે. આ મતદારોમાં માત્ર એવા મતદારોનો સમાવેશ થશે કે જે ભારતમાં અન્ય કોઈપણ જગ્યાએ વસવાટ કરતા હોય અને તેમને જમ્મુ-કશ્મીરના રિલીફ અને રિહેબિલિટેશન કમિશનર દ્વારા સ્થળાંતરિત હોવા બાબતે પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવ્યું હોય.

    આ માટે જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના લાયકાત ધરાવતા સ્થળાંતરિત મતદારો કે જે બારામુલ્લા, શ્રીનગર, અનંતનાગ અને રજૌરી લોકસભા મતવિસ્તારના મતદારોએ અને ECI અથવા VSP વેબસાઈટ ઉપરથી ફોર્મ-M અથવા 12- C ડાઉનલોડ કરી તે ફોર્મમાં જરૂરી વિગતો ભરી હાલના રહેઠાણના પુરાવા તથા માઈગ્રન્ટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા રીલીફ અને રિહેબિલિટેશન કમિશનર, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા જારી કરવામાં આવ્યા હોય એવા અન્ય દસ્તાવેજો સાથે તેમના નજીકના મતદાર નોંધણી અધિકારીની કચેરીમાં રજૂ કરવાના રહેશે.

    અરજદારની અરજીના આધારે સંબંધિત મતદાર નોંધણી અધિકારી ERO net ઉપર તેમનું રજીસ્ટ્રેશન કરશે. અરજદારે ફોર્મ-M રજૂ કર્યું હશે તો તે દિલ્હી, ઉધમપુર અને જમ્મુ ખાતે સ્થાપિત કરવામાં આવેલ વિશિષ્ટ મતદાન મથક પર જઈ મતદાન કરી શકશે. જો અરજદારે ફોર્મ- 12-C માં અરજી કરી હશે તો તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા મળી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply