જમ્મુ કશ્મીરઃ શ્રીનગરના ઝકુરા વિસ્તારમાં બે આતંકવાદી ઠાર
Live TV
-
જમ્મુ કશ્મીરના શ્રીનગરના ઝકુરા વિસ્તારમાં આજે સવારે સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકવાદી માર્યા ગયા છે. પોલીસે કહ્યુ કે, આ આતંકવાદી સંગઠન લશ્કરે તોયબા TRFના હતા. એક આતંકવાદીની ઓળખ એખલાક હાજિમ તરીકેની થઇ છે. જે તાજેતરમા અનંતનાગના હસનપુરામાં હેડ કોંસ્ટેબલ અલી મોહમદની હત્યામાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે પિસ્તોલ સહિત અન્ય હથિયાર મળી આવ્યા હતા.
