કોરોના અપડેટઃ દેશમાં 24 કલાકમાં કોરોનાના 1,27,952 નવા કેસ નોંધાયા, 1059 દર્દીઓના મૃત્યુ
Live TV
-
હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,27,952 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2,30,814 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1059 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,02,47,902 દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 13,31,648 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 16,03,856 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં 73.79 કરોડ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવીટી દર 11.21 ટકા છે અને રોજનો પોઝિટીવીટી દર 7.98 ટકા છે. હાલ દેશનો કોરોના રિકવરી રેટ 95.64 ટકા પર પહોંચ્યો છે.
કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 47,53,081 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 168.98 કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચુક્યા છે. કોરોના રસીકરણ વધવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. એટલે સમયસર રસીકરણ ખૂબ જરૂરી છે. દેશના 6 રાજ્યો અને કે.શા. પ્રદેશ હિમાચલ પ્રદેશ, ગોવા, લક્ષદ્વિપ, અંદમાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, ચંદીગઢમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે દેશમાં 96 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે.
