જમ્મુ કશ્મીરમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: PM મોદીએ J&Kના ઉપ રાજ્યપાલ મનોજ સિંહા સાથે ફોન પર વાત કરી
Live TV
-
જમ્મુ કશ્મીરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકાની તીવ્રતા એટલી વધુ હતુ કે તેનો અનુભવ જમ્મુ કશ્મીર સહિત દિલ્હી, નોઈડા અને બીજા કેટલાક વિસ્તારમાં પણ આંચકાનો અનુભવ થયો હતો. અચાનક આવેલા ભૂકંપના આંચકાથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનની સરહદ પર નોંધાયું હતું. આ આંચકાની તીવ્રતા 5.7 રિક્ટર સ્કેલ નોંધાઈ છે. હાલ ભૂકંપને લીધે જાનહાનિના કોઈ સમાચાર નથી.
ભૂકંપને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહા સાથે ફોન પર વાત કરી હતી અને ભૂકંપની સ્થિતિ અંગે જાણકારી લીધી હતી.
