પ્રધાનમંત્રીએ હૈદરાબાદના પટંચેરુ ખાતે ICRISATની 50મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હૈદરાબાદની એક દિવસની મુલાકાતે છે. તેમણે ઇન્ટરનેશનલ ક્રોપ્સ, રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર સેમી એરિડ ટ્રોપિક્સના સુવર્ણ જયંતિ સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ પ્લાન્ટ પ્રોટેક્શન એન્ડ રેપિડ જનરેશન એડવાન્સમેન્ટ સુવિધા પર જળવાયુ પરિવર્તન અનુસંધાન સુવિધાનુ ઉદ્ઘાટન પણ કરાવ્યું હતું. આ સુવર્ણ જયંતિ સમારોહમાં તેમણે ખાસ ડિઝાઇન કરાયેલા પ્રતિક ચિહ્નનનુ અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેણે સ્મૃતિ ટપાલ ટિકિટ પણ પ્રસિધ્ધ કરી હતી. તેમણે કૃષિવિષયક પ્રદર્શનનું અવલોકન કર્યુ હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી 11મી સદીના મહાન સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ ઇક્વોલિટી"નું અનાવરણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતો પાસે પાંચ દાયકાના અનુભવો છે. આપણે સંશોધન, પરિશ્રમ અને સંસાધનોનો ઉપયોગ કરીને વિશ્વના મોટા ભાગમાં ઘણુ યોગદાન આપ્યું છે અને જળવાયુ પરિવર્તન અંગે પણ ભારતે ઘણુ બધુ કાર્ય કર્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે જળવાયુ પરિવર્તન આજે ખેડૂતોની સૌથી મોટી સમસ્યા છે.
