ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂરજોશમાં, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુરાદાબાદમાં જનસભાને સંબોધન કરશે
Live TV
-
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણનો પ્રચાર પૂર્ણ થવા આડે હવે થોડા દિવસો જ છે પરંતુ અહીં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાંજના સમયે મુરાદાબાદમાં એક જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ નોઇડાના સેક્ટર 12માં જનસંપર્ક અભિયાન અંતર્ગત મતદારો સાથે સંવાદ કરશે. તો કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મથુરાના દિનદયાલ ધામમાં તેમજ આગ્રાના ખેરગઢમાં જનસભાને સંબોધી હતી અને જણાવ્યું હતું કે આજે વિશ્વ સ્તરે ભારતનું એક મજબૂત સ્થાન ઉભું થયું છે અને ભારતની શાખ વધી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગા આદિત્યનાથે ગોરખપુરના ગોપાલ મંદિરમાં પૂજન અર્ચન કરી જનસંપર્ક કર્યો હતો તેમજ મોહદીપુરના ગુરૂ દ્વારામાં દર્શન કરીને શીશ ઝૂકાવ્યું હતું. સાથે જ ગોરખપુરના રામનગરમાં ઘરે ઘરે જઇને જનસંપર્ક કર્યો હતો. ઉત્તરાખંડની વાત કરીએ તો મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનકપુરમાં જન સંપર્ક કર્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તરાખંડમાં ઉધમસિંહ નગર તથા હરિદ્વારમાં વર્ચ્યૂઅલી રીતે રેલીને સંબોધન કરશે તેમજ ગંગા આરતીમાં પણ સામેલ થશે. જ્યારે ગોવામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ગોવાની વેલિન વિધાનસભા વિસ્તારમાં ડોર ટુ ડોર ઝૂંબેશમાં ભાગ લેશે. ત્યાર બાદકંકોલિન અને કાનાકોનામાં જનસભાને સંબોધિત કરશે.
