Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં 90 ટકા વિસ્તારમાંથી દૂર થયો પ્રતિબંધ, સ્થિતિ સામાન્ય

Live TV

X
  • રાજ્યના 90 ટકા ભાગ પર લાગેલો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. દરેક લેન્ડલાઈન સેવાઓ ચાલુ થઈ છે.

    જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. રાજ્યના 90 ટકા ભાગ પર લાગેલો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. દરેક લેન્ડલાઈન સેવાઓ ચાલુ થઈ છે. આ ઉપરાંત હોસ્પિટલ સેવાઓ પણ ચાલુ કરવામાં આવી છે. જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાંથી લોકોએ 108  કરોડ કરતાં વધુ રકમનો ઉપાડ કર્યો છે.

    જમ્મુ-કાશ્મીરમાં જેમ જેમ દિવસો પસાર થતાં જાય છે તેમ જ હાલતમાં સુધારો આવી રહ્યો છે. આશરે સમગ્ર ઘાટીમાંથી દરેક પ્રકારનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. સ્કૂલ અને હોસ્પિટલ પણ ખૂલી ગયાં છે. આ ઉપરાંત કોમ્યુનિકેશન સેવાઓ પણ ચાલુ થઈ છે. રાજયમાં જનજીવન ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે.

    જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે ઘાટીમાં 90 ટકા વિસ્તાર પ્રતિબંધ મુકત થયો છે અને 100 ટકા ટેલીફોન સેવાઓ સારી રીતે કામ કરી રહી છે. ઘાટીના કુપવાડા જિલ્લામાં પોસ્ટપેઈડ મોબાઈલ સેવા ચાલુ કરવામાં આવી છે. સ્કૂલ ખુલી રહ્યાં છે અને શિક્ષકોની હાજરી પણ 75 ટકા જેટલી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply