Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો માટે કિસાન માનધન યોજનાની શરુઆત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રીએ રાંચીમાં એક જનસભાને સંબોધતાં કેન્દ્ર સરકારનું 100 દિવસનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાંચીથી અનેક મોટી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાંચીથી ખેડૂતો માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરી..  આ ઉપરાંત પ્રધાનમંત્રી H.E.C. માં બનેલ નવા વિધાનસભા ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું. નોંધનીય છે કે અલગ રાજ્ય બન્યા બાદ ઝારખંડ વિધાનસભા ભાડાની ઇમારતમાં કાર્યરત હતી. રઘુવરદાસ સરકારના કાર્યકાળમાં વિધાનસભા ભવનનો શિલાન્યાસ થયો હતો, જ્યારે હવે તેનું ઉદ્ઘાટન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયુ.

    કિસાન માનધન યોજના અંતર્ગત સરકારે ખેડૂતોની વૃદ્ધાવસ્થાની ચિંતા કરી છે. તેમના માટે ખાસ પ્રધાનમંત્રી માનધન યોજના બનાવી છે. જેમાં 60 વર્ષની ઉંમર પુરી થયા બાદ ખેડૂતને ત્રણ હજાર રૂપિયા માસીક પેન્શન મળશે. પ્રધાનમંત્રી ઝાખંડથી આ યોજનાનો શુભારંભ કર્યો. આ ઉપરાંત પ્રધાનમંત્રી એકલવ્ય વિદ્યાલયનો શુભારંભ કર્યો. આ ઉપરાંત સાહિબગંજમાં ગંગા નદી ઉપર બનાવેલ મલ્ટી મોડલ ટર્મીનલનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયુ..  

    નવા તૈયાર થયેલા વિધાનસભામાં ઝારખંડના મૂળ જળ, જંગલ અને જમીનને સ્થાન આપવામાં આવ્યું છે. આ વિધાનસભા ભવનમાં 22 ચેમ્બરમાં એક મોટો સેન્ટ્રલ હોલ તૈયાર કરાયો છે. જેમાં ઝારખંડની સંસ્કૃતિને બતાવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply