જમ્મુ-કાશ્મીર: કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
Live TV
-
જમ્મુ-કાશ્મીર: કઠુઆમાં સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના સુફિયાન જાખોલે ગામના વેલી હાઇટ્સમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા. તે જ સમયે જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના 3 સૈનિકો શહીદ થયા. આ કાર્યવાહીમાં ડેપ્યુટી એસપી બોર્ડર ધીરજ કટોચ અને આર્મી પેરા કમાન્ડો સહિત 7 સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આજે વહેલી સવારે સુરક્ષા દળોએ આતંકવાદીઓ સામે ફરી કાર્યવાહી શરૂ કરી. રવિવારે સાન્યાલ ગામમાં જોવા મળેલા આતંકવાદીઓ સફિયાન જાખોલે ગામના વેલી હાઇટ્સમાં કઠુઆ જિલ્લાના બિલ્લાવરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, "માહિતી મળ્યા બાદ, સ્થાનિક પોલીસ અને SOG ટીમે ડેપ્યુટી એસપી બોર્ડર ધીરજ કટોચના નેતૃત્વમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન, સુરક્ષા દળોએ આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર શરૂ કર્યું. આતંકવાદીઓ M4 કાર્બાઇન જેવા અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ હતા. બાદમાં, પેરા કમાન્ડો સહિત સેનાના જવાનોને એરડ્રોપ કરવામાં આવ્યા હતા અને પોલીસ અને અર્ધલશ્કરી દળોની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં, ઓપરેશન ચાલુ છે."