ISROનો SpaDEx મિશન અંતર્ગત રોલિંગ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ
Live TV
-
ISROએ તેનો સ્પેસ ડોકિંગ પ્રયોગ - SpaDEx મિશનના ભાગરૂપે રોલિંગ પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO)એ અંતરિક્ષ ડોકિંગ પ્રયોગ - SpaDEx મિશનના એક ભાગરૂપે "રોલિંગ" પ્રયોગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
ISROના અધ્યક્ષ વી. નારાયણનના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં વિવિધ પરિસ્થિતિઓમાં અંતરિક્ષ ડોકિંગની જરૂર પડશે અને હાલના મિશન અંતર્ગત કેટલાક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
"રોલિંગ" અથવા "રોટેટિંગ" પ્રયોગમાં ઉપગ્રહોમાંથી એકને પરિભ્રમણ કરાવવામાં આવે છે, જેથી તેની ગતિ અને નિયંત્રણની ચકાસણી કરી શકાય. આ પ્રયોગ ચંદ્રયાન-૪ જેવા ભવિષ્યના મિશન માટે મહત્વપૂર્ણ પ્રયોગ મૂલ્યવાન ડેટા પ્રદાન કરશે અને ISROને વિવિધ સોફ્ટવેર અને ગ્રાઉન્ડ સ્ટેશન નિયંત્રણોને સંપૂર્ણ બનાવવામાં મદદ કરશે.
અગાઉ ૧૩ માર્ચે, ISROએ SpaDEx મિશનના ભાગરૂપે બે ઉપગ્રહોને અનડોક કરવાનું સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. આ સિદ્ધિ ભારતની અવકાશ સંશોધન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ. ISROના ચેરમેને જણાવ્યું હતું કે, SpaDExના ભાગ રૂપે ISRO વધુ ડોકિંગ કરશે.