Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર : બાંદીપુરામાં આતંકવાદીઓએ ભાજપના નેતા વસીમ બારી તેમના ભાઈ અને પિતાની કરી હત્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસીમના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી શોકની લાગણી

    જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક કૃત્ય કરતાં ભારતીય જનતા પાર્ટીના શેખ વસીમની ગોળી મારીને હત્યા નીપજાવી હતી.. આતંકવાદીઓએ વસીમ બારીના પિતા અને તેમના ભાઈ પર પણ ગોળીબાર કર્યો હતો., જેમાં તેમના પિતા અને ભાઈનું પણ મોત થયું છે.. જમ્મુ-કાશ્મીર પોલીસના મહાનિદેશક દિલબાગ સિંહે આ અંગે જણાવ્યું હતું કે, તેમના પરિવારના આઠ સભ્યોને સુરક્ષા આપવામાં આવી હતી.. જો કે, દુર્ઘટના સમયે કોઈ પણ તેમની સાથે નહોતું..,. તેમની સુરક્ષામાં લાગેલા તમામ 10 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.. મહત્વપૂર્ણ છે કે, વસીમ બારી અને તેમના પિતા અને ભાઈ સાથે દુકાનમાં હતાં ત્યારે આંતકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો અને ઘટનાને અંજામ આપ્યા બાદ નાસી છુટ્યાં હતાં.. ઘટનાના પગલે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકવાદીઓને ઝડપી પાડવા માટે મોટા પ્રમાણમાં તપાસ અભિયાન શરૂ કર્યુ છે.. આતંકવાદીઓના આ કાયરતાભર્યા કૃત્યને પગલે પ્રધાનમંત્રી કાર્યલયમાં મંત્રી જીતેન્દ્ર સિંહે ટ્વિટ કરીને આ ઘટના સંદર્ભે પ્રધાનમંત્રીએ માહિતી મેળવી અને વસીમ બારીના પરિવારજનો પ્રત્યે શોક સંદેશ પણ વ્યક્ત કર્યો હોવાનું જણાવ્યું હતું.. આ ઉપરાતં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વિટ સંદેશ દ્વારા આ ઘટનાને દુખદ ગણાવી અને વસીમ બારીના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply