જહાજ મંત્રીએ ચટ્ટોગ્રામ પોર્ટથી કલકત્તા-અગરતલા વચ્ચે પહેલી ટ્રાયલ કન્ટેનરશીપની આપી લીલી ઝંડી
Live TV
-
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ પોર્ટ પરથી કોલકાતા અને અગરતલા વચ્ચે પ્રથમ ટ્રાયલ કન્ટેનર શીપને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ ટ્રાયલના રૂપમાં જૂના ઈતિહાસને આગળ વધારવા જઈ રહ્યાં છીએ.
ચટ્ટોગ્રામ પોર્ટ એક ઐતિહાસિક પોર્ટ છે. પ્રોટોકોલ રૂટના માધ્યમથી આજે અમારું શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ અને ચટ્ટોગ્રામ પોર્ટ બંનેની ભાગીદારીથી ટ્રાયલ કોર્ગો મુવમેન્ટ કરીને અમે નોર્થ ઈસ્ટ સાથે જોડાઈ રહ્યાં છીએ.
તેમણે જણાવ્યું હતું કે, આ રૂટ શરૂ થવાની ભારતના નોર્થ ઈસ્ટ ભાગમાં પહોંચવા માટે અંતર ઓછુ થશે અને સમય પણ ઓછો લાગશે. તો સાથે જ બાંગ્લાદેશને પણ આના માધ્યમથી રોજગારીનો અવસર પ્રાપ્ત થશે.
