બિહારઃ દાનાપુર આર્મી કેન્ટમાં મોટી સંખ્યામાં આવ્યા પ્રવાસી પક્ષીઓ
Live TV
-
કોરોના અને પૂર જેવી સ્થિતિ વચ્ચે પણ બિહારવાસીઓ માટે સારા સમાચાર છે. પટનાના દાનાપુર આર્મી કેન્ટ વિસ્તારમાં એશિયન ઓપન બિલ સ્ટાર્ક નામના પ્રવાસી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
ચોમાસામાં આવતા આ પક્ષીઓ અહીં જ માળા બનાવે છે અને ઈંડા મૂકે છે અને ડિસેમ્બરમાં પોતાના બચ્ચા સાથે પરત ફરે છે.
આ એશિયાઈ પક્ષીઓ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં જોવા મળે છે, તો ભારતમાં રાજસ્થાનના ભરતપુર સેન્ચ્યુરીમાં આ પક્ષીઓ જોવા મળે છે. દાનાપુરમાં જોવા મળી રહેલા આ પક્ષીઓનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને પક્ષી વિશેષજ્ઞ રવિન્દ્ર કુમારે પણ આ પક્ષીઓ વિશે વિશેષ માહિતી આપી છે.
