Skip to main content
Settings Settings for Dark

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, '18 જુલાઈથી ફ્રાંસ-ભારત વચ્ચે શરૂ થશે ફ્લાઈટ્સ'

Live TV

X
  • કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, કોવિડ મહામરી વચ્ચે આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ કેટલીક શરતો સાથે દેશો વચ્ચે શરૂ કરી શકાય. આજે નવી દિલ્હીમાં મીડિયા સંબોધનમાં તેમણે જણાવ્યું કે, આ વ્યવસ્થા લાગુ કરવાના ઉદ્દેશ્યથી ત્રણ દેશો સાથે સરકાર વાતચીત કરી રહી છે.

    વધુમાં તેમણે જણાવ્યું કે, એયર ફ્રાંસ 18 જુલાઈથી 1 ઑગસ્ટ વચ્ચે દિલ્હી, મુંબઈ, બેંગ્લરુ તથા પેરિસ વચ્ચે ફ્લાઈટ શરૂ થશે. અમેરિકા માટે યુનાઈટેડ એયર લાઈન્સ સાથે 18 ફ્લાઈટ્સ્ માટે 17 થી 31 જુલાઈ વચ્ચે ચલાવવા સહમતિ સધાઈ છે.

    જર્મની સાથે પણ વાતચીત ચાલી રહી છે અને લુફ્તહાંસા સાથે પણ કરાર માટે વાતચીત ચાલી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ વંદે ભારત મિશન વિશે જણાવતા કહ્યું કે, વંદે ભારત મિશન હેઠળ ચોથા ચરણમાં લોકોને સ્વદેશ લાવવાનું કામ ચાલી રહ્યું છે. મિશનના પહેલા ચરણમાં 7 થી 13 મે વચ્ચે 12 હજાર ભારતીયોને સ્વદેશ પરત લવાયા હતા અને હવે તેનાથી બે ગણી સંખ્યામાં ભારતીયોને સ્વદેશ લવાઈ રહ્યા છે.

    નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ ખરોલાએ જણાવ્યું કે, યાત્રીઓ અને દેશોની સંખ્યાને ધ્યાનમાં રાખતા વંદે ભારત મિશન વિશ્વની સૌથી મોટી એવી યોજના છે, જેમાં યાત્રીઓને હવાઈ માર્ગથી સ્વદેશ લાવવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply