આવતીકાલે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધશે PM નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 જુલાઇ એટલે કે આવતીકાલે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક પરિષદ સત્રના ઉચ્ચ સ્તરીય સત્રને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરશે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટિનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રમાં બોલશે..
સંયુક્ત રાષ્ટ્રના આ વાર્ષિક ઉચ્ચ સ્તરીય સત્રમાં સરકાર, ખાનગી ક્ષેત્ર, નાગરિક સમાજ અને શિક્ષણવિદ્દોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓનો એક વિવિધ સમૂહ સામેલ છે..આ વર્ષે આ સત્રનો વિષય છે "કોવિડ-19 પછી બહુપક્ષવાદ: 75મી વર્ષગાંઠ પર આપણે કેવા પ્રકારના સંયુક્ત રાષ્ટ્રની આવશ્યકતા છે"...
મહત્વનું છે કે 2021-22 માટે 17 જૂન સુરક્ષા પરિષદના બિનકાયમી સભ્યના રૂપમાં ભારત ચૂંટણી પછી સંયુક્ત રાષ્ટ્રમાં પ્રધાનમંત્રીનું આ પ્રથમ સંબોધન હશે..પ્રધાનમંત્રીએ આ પહેલા જાન્યુઆરી 2016માં ECOSOCની 70મી વર્ષગાંઠ પર મુખ્ય સંબોધન કર્યું હતું...
