જી-20 અધ્યક્ષતા હેઠળ પહેલી વ્યાપાર અને રોકાણના કાર્યસમૂહની બેઠક આજથી મુંબઇમાં શરૂ
Live TV
-
ભારતની જી-20 અધ્યક્ષતા હેઠળ પહેલી વ્યાપાર અને રોકાણના કાર્યસમૂહની બેઠક આજથી મુંબઇમાં શરૂ થશે. આ ત્રણ દિવસિય બેઠક દરમિયાન વૈશ્વિક વ્યાપાર અને રોકાણમાં તેજી લાવવાના હેતુથી સદસ્ત દેશો, આમંત્રિત દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનોના 100થી વધુ પ્રતિનિધિ ચર્ચામાં સામેલ થશે. બેઠકના પહેલા દિવસે આજે વ્યાપાર મુદે એક ડિબેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ડિબેટમાં વ્યાપારમાં નાણાની કમીને દૂર કરવા માટે બેન્કોની ભૂમિકા તેમજ વિકાસ અને સમૃદ્ધિ માટે વૈશ્વિક મુલ્ય શ્રંખલાના નિર્માણ મુદ્દે તેમજ TIWGની પ્રાથમિકા મુદ્દે વિચાર વિમર્શે કરવામાં આવશે. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુશ ગોયલ બુધવારે ટીઆઇડબલ્યુજીની બેઠકનું ઉદઘાટન કરશે. આ બેઠકમાં દક્ષિણ અમેરિકા, અને દક્ષિણ આફ્રિકા અને એશિયાની વિકાસમાં ભાગીદારી વધારવા અને રોકાણના વિશે ચર્ચા વિચારણાં થશે.