સંસદ ભવનના પરિસરમાં ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ
Live TV
-
સંસદ ભવન પરિસરમાં ભારતીય જનતા પક્ષની સંસદિય દળની બેઠક મળી હતી .જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપા અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, સહિત અન્ય વરિષ્ઠ નેતા બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપની સરકારને 9 વર્ષ પૂર્ણ થતા હોવાથી આગામી 6 થી 14 એપ્રિલ સામાજિક સપ્તાહની ઉજવણી કરાશે. ઉલ્લેખનિય છે કે, સંસદ સત્ર દરમિયાનની ગતિવિધિની સમીક્ષા માટે આ બેઠકનું આયોજન કરવાની પરંપરા છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સાંસદોને ફ્લોર મેનેજ માટે કેટલાક સૂચનો આપે છે. તેમજ સતાપક્ષની કામગીરીને ગ્રાસરૂટ સુધી કેવી રીતે લઇ જવી તેમજ વિપક્ષ સાથે કેવી રીતે ડીલ કરવી તેના પ્રશ્નોનો કેવી રીતે જવાબ અપવા વગેરે મુદ્દે પ્રધાનમંત્રી તેમના સાંસદોને સૂચનો કરે છે. માર્ગદર્શન આપે છે. ઉલ્લેખનિય છે કે, સંસદમાં સતત ચાલી રહેલા હોબાળાના કારણે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં વિપક્ષી દળોના હોબાળા વચ્ચે ગૃહમાં કેવી રીતે પ્રતિભાવ આપવા આ મુદો કેન્દ્ર સ્થાને રહી શકે છે.