Skip to main content
Settings Settings for Dark

જોશીમઠની સ્થિતિ અંગે અમિત શાહની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રીઓની ઉચ્ચસ્તરિય બેઠક

Live TV

X
  • જોશીમઠમાં જમીન ધસવાને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સ્થિતિને પહોંચી વળવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.  કેન્દ્રીય મંત્રીઓ સાથએ યોજાયેલી બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પુર્નવસનની  કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતુ કે, પ્રધાનમંત્રી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.  કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જરુરી તમામ મદદ કરી રહી છે. ઉત્તરાખંડ સરકાર જોશી મઠ સમસ્યાનું સમાધાન લાવવા તમામ પ્રયાસો કરી રહી છે. રાજ્ય સરકારે જોશી મઠમાં ભૂસ્ખલનથી પ્રભાવિત દરેક પરિવારને એક લાખ પચાસ હજાર રૂપિયાના વચ ગાળાના રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે ,જોશી  મઠમાં મકાનો તોડી પાડવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. સરકાર દ્વારા અસરગ્રસ્તોને શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply