ઝારખંડ, બિહાર અને તેલંગાણામાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં લઈને વિવિધ નિર્ણય લેવાયા
Live TV
-
ઝારખંડ સરકારે કોવિડના કેસોને નિયંત્રણમાં લેવા લાગુ કરેલા નિયમો 31મી જાન્યુઆરી સુધી યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
દરમિયાન ઝારખંડમાં ઓમિક્રોનના 14 કેસ નોંધાયા છે અને કોવિડના 33 હજાર 809 સક્રિય કેસો છે.
બિહારમાં કોવિડના વધુ 6 હજાર 325 નવા કેસો નોંધાતા રાજ્યમાં કોવિડના કુલ સક્રિય કેસોનો આંકડો 35 હજાર 916 થયો છે.
તેલંગણા સરકારે પણ કોવિડના વધતા કેસોને ધ્યાનમાં લઇને તમામ શૈક્ષણિક સંસ્થાઓ 30મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
