Skip to main content
Settings Settings for Dark

ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદીના ફોલોઅર્સની સંખ્યા 6 કરોડથી વધુ થઇ

Live TV

X
  • ટ્વીટર પર પ્રધાનમંત્રી મોદીની ફોલોઅર્સની સંખ્યા 6 કરોડથી વધુ થઇ ગઈ છે. વિશ્વના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીયે તો પીએમ મોદી ના ખાલી સોશિયલ મીડિયા પર દુનિયાનાં સૌથી લોકપ્રિય પરંતુ સૌથી પ્રભાવશાળી નેતા પણ છે.

    પ્રધાનમંત્રી ફક્ત તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફક્ત મહત્વપૂર્ણ માહિતી શેર નથી કરતા પરંતુ સામાન્ય લોકો સાથે વાર્તાલાપ હોય અથવા રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાની વાત, તેઓ આ પ્લેટફોર્મનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાને લગતા અલગ અલગ મંચ પર પીએમ મોદીની હાજરી અને તેમના ફોલોઅર્સની સંખ્યા આ હકીકતની સાક્ષી પણ આપે છે.

    પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ @PMOIndia નાં ટ્વિટર પર 37.4 મિલિયન એટલે કે પોણા ચાર કરોડ જેટલા ફોલોઅર્સ છે. નરેન્દ્ર મોદી દુનિયાના એક માત્ર એવા નેતા છે જે એક્સકલૂસિવ એપ દ્વારા પણ લોકો સાથે સંવાદ કરે છે. નરેન્દ્ર મોદી એપને એક કરોડથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. નમો એપથી ગવર્નન્સને લગતા વિષયોને લઈને પણ પીએમ મોદી સીધા સામાન્ય લોકો સાથે અભિપ્રાય લેતા હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply