દેશમાં ડીઝીટલ તકનીકના માધ્યમથી ન્યાયાલયોમાં થઈ કેસોની સુનાવણી
Live TV
-
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન ડીજીટલ ઈન્ડિયા એક સશક્ત માધ્યમ બનીને ઉપસી આવ્યુ છે. વિડિયો લિંકના માધ્યમથી સ્વર્ગીય 'ઠાકુર પ્રસાદ શતાબ્દી સ્મારક' વ્યાખ્યાનમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશના અદાલતોમાં કામકાજને આગળ ધપાવવા માટે ડિજીટલનો સહારો લેવાયો છે. આ અંગેના આંકડાઓ જોઈએ તો સુપ્રિમ કોર્ટમાં 7 હજાર 800 કેસ, જ્યારે દેશની હાઈકોર્ટે 1 લાખ 75 હજાર અને અન્ય સબ ઓર્ડિનેટ અદાલતોમાં 7 લાખ 34 હજાર કેસોની સુનાવણી ડિજીટલ માધ્યમથી કરવામાં આવી છે.
