Skip to main content
Settings Settings for Dark

ટ્વીટર પર વિદેશ નીતિ મુદ્દે રાહુલ ગાંધીના સવાલોનો વિદેશ મંત્રીએ આપ્યો કડક જવાબ

Live TV

X
  • કેન્દ્ર સરકારની વિદેશ નીતિ ઉપર વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ઉઠેલા પ્રશ્નો મુદ્દે વિદેશમંત્રી એસ.કે.જયશંકરે યોગ્ય જવાબ આપ્યો. વિદેશ મંત્રીએ ટવીટ દ્વારા વિપક્ષી નેતા રાહુલ ગાંધીને કેટલીક સલાહ આપી હતી.

    વિદેશ મંત્રીએ રાહુલ ગાંધીના વીડિયોને રિટ્વીટ કરતા કહ્યું કે, 'રાહુલ ગાંધીએ વિદેશ નીતિ ઉપર કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે, જેના જવાબ અહીં છે. અમારી મુખ્ય ભાગીદારી મજબૂત છે. યુ.એસ., રશિયા, યુરોપ અને જાપાન સાથે નિયમિત અનૌપચારિક બેઠકો થઈ છે. ભારતે પણ ચીન સાથે રાજકીય દ્રષ્ટિએ જોડાવાનું ચાલુ રાખ્યું હતું. વિશ્લેષકોને પૂછો. વધુ એક ટવીટમાં વિદેશમંત્રીએ લખ્યું, ' હવે અમે પહેલા કરતા વધુ આપણુ મન ખુલ્લુ રાખીએ છીએ..સીપૈક, બીઆરઆઈ,દક્ષિણ ચીન સાગર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવીદીઓ પર - આ ઉદાહરણો છે..તમે મીડિયાને પણ પૂછી લો..

    વધુ એક ટ્વીટમાં વિદેશમંત્રીએ લખ્યુ છે કે અમે સરહદો પર માળખાકીય સુવિધાની જૂની સમસ્યાને દૂર કરી છે.2008-14 ની સાથે 2014-2020ની તુલના કરો..બજેટમાં 280 ટકાની વૃદ્ધિ કરી..32 ટકા માર્ગ નિર્માણ, 99 ટકા પુલ અને 6 ઘણી સુરંગોનું નિર્માણ કર્યુ..આપણા જવાનોને પૂછો 

    રાહુલ ગાંધીએ 2014 થી કેન્દ્ર સરકારના નિર્ણયો અને વિદેશ નીતિ મુદ્દે ટ્વીટર પર વિડિયો ટ્વીટ કર્યો હતો..જેના જવાબમાં વિદેશમંત્રીએ એક પછીએ એક ચાર ટ્વીટ કરી રાહુલ ગાંધીને જવાબ આપ્યો હતો..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply