Skip to main content
Settings Settings for Dark

ડીઝલ-પેટ્રોલના ભાવવધારા અને મોંઘવારીને લઈને સતત બે દિવસથી સંસદના બંને સદનની કામગીરી વિક્ષેપિત

Live TV

X
  • ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં ભાવવધારાને લઇને સતત બીજા દિવસે સંસદના બંને સદનની કામગીરી વિક્ષેપિત થઇ હતી. સદનની કામગીરી શરૂ થતા જ વિરોધ પક્ષે મોંઘવારીને પ્રશ્ને ચર્ચા કરવાની માંગણી સાથે હોબાળો કર્યો હતો જેને પગલે દિવસભર સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત થઈ હતી. અંતે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.

    ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં ભાવવધારાને લઇને સતત બીજા દિવસે સંસદના બંને સદનની કામગીરી વિક્ષેપિત થઇ હતી. સદનની કામગીરી શરૂ થતા જ  વિરોધ પક્ષે મોંઘવારીને પ્રશ્ને ચર્ચા કરવાની માંગણી સાથે હોબાળો  કર્યો હતો. જેને પગલે દિવસભર સંસદની કાર્યવાહી  વારંવાર સ્થગિત થઈ હતી. અંતે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. 

    કોંગ્રેસના સાંસદો દ્વારા મોંઘવારીને લઈને સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. બીજેપી નેતા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યુ હતું કે સભાપતિ દ્વારા નિયમ 267 હેઠળ મોંઘવારી પર ચર્ચા ન કરવાના રુલિંગ બાદ આ પ્રકારે સદનને વિક્ષેપિત કરવુ યોગ્ય નથી અને સદનની કામગીરી ચાલુ રાખવામાં આવે. આ તરફ લોકસભામાં પણ પેટ્રોલિયમ પદાર્થોના વધતા ભાવને લઈને વિપક્ષે હોબાળો કર્યો હતો. જેને કારણે પહેલા સદન 12 વાગ્યા સુધી અને ત્યારબાદ 2 વાગ્યા સુધી અને અંતે દિવસભર માટે સદનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. ગૃહમાં કોંગ્રેસ, ડાબેરીઓ, ડીએમકે,એનસીપી, તથા શિવસેના સહિત અન્ય દળોના સભ્યોએ મોંઘવારી મુદ્દે હોબાળો મચાવ્યો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
apply