તમિલનાડુમાં ફટાકડા બનાવવાના કારખાના વિસ્ફોટ, ત્રણ મહિલાઓ સહિત 8 લોકોના મોત
Live TV
-
તમિલનાડુના ક્રિષ્ણાગિરી જિલ્લાના પઝાયાપેટ્ટીમાં ફટાકડા બનાવવાના કારખાનામાં ભયંકર વિસ્ફોટ થયો. જેમાં ત્રણ મહિલાઓ સહિત 8 લોકોના મોત નિપજ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફટાકડા બનાવવાના કારખાનામાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. વિસ્ફોટને લીધે કારખાનાની આજુબાજુ આવેલા કેટલાંક મકાનો અને દુકાનોને પણ નુકસાન થયું છે. ફાયર વિભાગની ટીમ અને બચાવ ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી દીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકો માટે શોક વ્યક્ત કર્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને મૃતકોના પરિવારને 3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે 50 હજારની સહાય રાશિ જાહેર કરી છે. વળતરની આ રકમ મુખ્યમંત્રીના જાહેર રાહત ભંડોળમાંથી આપવામાં આવશે.