જમ્મુ કશ્મીરથી 2 હજાર શ્રદ્ધાળુઓનો 27મો જથ્થો બાબા અમરનાથના દર્શન માટે રવાના
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા સાથે વધુ 2 હજાર શ્રદ્ધાળુઓનો 27મો જથ્થો અમરનાથ મંદિરના દર્શન માટે રવાના થયો હતો. બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા અમરનાથ ધામના રસ્તા. શ્રાવણ મહિનામાં અમરનાથ યાત્રાનું અનેરું મહત્વ છે. હિન્દુ ધર્મના લોકો શ્રાવણ માસમાં શિવજીની ઉપાસના કરતા હોય છે. મહત્વનું છે કે 62 દિવસ સુધી ચાલનારી આ વાર્ષિક યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી. અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલથી શરૂ થઈ હતી આ યાત્રા . આગામી 31 ઓગસ્ટ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે સમાપ્ત થશે અમરનાથ યાત્રા.