Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે  દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કર્યું હતું. જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષગાંઠ સાથે સુસંગત છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી, પીએમ યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો હતો. આ શાળાઓ વિદ્યાર્થીઓને એવી રીતે પોષણ આપશે કે તેઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 દ્વારા કલ્પના કરવામાં આવેલા સમાન, સર્વસમાવેશક અને બહુવચન સમાજના નિર્માણ માટે રોકાયેલા, ઉત્પાદક અને યોગદાન આપતા નાગરિકો બની શકે. પ્રધાનમંત્રી 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમનાં પુસ્તકોનું વિમોચન પણ કર્યા હતાં. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટે સંવાદની જરૂરી છે અને શિક્ષણ જ છે જેમાં દેશને સફળ બનાવવાની તાકાત છે. એની સાથે તેમણે કહ્યું હતું કે, અખિલ ભારતીય શિક્ષણ સમાગતનો હિસ્સો બનવું મારા માટે મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમનો સંદેશ પ્રાચીન અને આધુનિકતાનો સંગત છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય શિક્ષણ નીતિએ મિશન મોડ પર કામ કર્યું છે.  યુવામાં ભાષા અંગે આત્મવિશ્વાસ આવવાથી પ્રતિભામાં વૃદ્ધિ થશે, જે ઊર્જાથી ભરેલી યુવા પેઢીના નિર્માણમાં મદદરૂપ સાબિત થશે.  
    પ્રધાનમંત્રીના વિઝનથી પ્રેરિત થઈને એનઇપી 2020ની શરૂઆત યુવાનોને તૈયાર કરવા અને અમૃત કાલમાં દેશનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરવાના હેતુથી કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ તેમને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરવાનો છે, જ્યારે તેમને મૂળભૂત માનવીય મૂલ્યો પર આધારિત રાખવાનો છે. તેના અમલીકરણના ત્રણ વર્ષ દરમિયાન નીતિએ શાળા, ઉચ્ચ અને કૌશલ્ય શિક્ષણના ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. 29 અને 30 જુલાઈનાં રોજ આયોજિત આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત શાળાઓ, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય સંવર્ધન સંસ્થાઓનાં શિક્ષણવિદો, ક્ષેત્રનાં નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગનાં પ્રતિનિધિઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એનઇપી 2020નાં અમલીકરણમાં તેમની સૂઝબૂઝ, સફળતાની ગાથાઓ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા તથા તેને આગળ વધારવા માટે વ્યૂહરચનાઓ ઘડવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2025 Max Temp : °C Min Temp : °C
apply